તળપદી ભાષાના ઉપયોગથી કોઈ સમાજનું દિલ દુભાયું હોય તો હું માફી માંગુ છું : લલિત કગથરા

- text


અનુસૂચિત જાતિ સમાજના આવેદન બાદ પૂર્વ ધારાસભ્યએ વીડિયો જાહેર કરી માફી માંગી

મોરબી : ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ અગાઉ એક વીડિયો જાહેર કરીને ઝૂલતાપૂલની દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની તરફેણમાં નિવેદન કર્યું હતું. પણ એ નિવેદનમાં અપમાનજનક શબ્દથી અનુસૂચિત જાતિ સમુદાયની લાગણી દુભાઈ હતી અને કલેકટરને આવેદન આપ્યા બાદ લલિત કગથરાએ આજે એક વીડિયો બનાવીને પોતે તળપદી ભાષા બોલી હોય એમાં કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો તેની માફી માંગી હતી.

- text

ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ આજે જાહેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, ઝૂલતાપૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલ સામેની તપાસમાં જે રિપોર્ટ આવ્યો હોય એ બાબતે વીડિયો બનાવીને નિવેદન કર્યું હતું. આ નિવેદનમાં તળપદી ભાષાનો ઉપયોગ કર્યો હતો. એમાં જીવ જંતુના નામે બોલાઈ ગયું હતું. કોઇ સમાજને પશુ સાથે સરખવાનો મારો કોઈ ઈરાદો ન હતો. અજાણતા તળપદી ભાષામાં બોલાઈ ગયું હતું એનાથી અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય હોય તો હું એમની જાહેરમાં માફી માંગુ છું. જો કે આ વિવાદાસ્પદ શબ્દ અપમાન જનક લાગતા અનુસૂચિત જાતિએ કલેકટરને આવેદન આપ્યું હતું. ત્યાર બાદ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈએ સમાજની દિલથી માફી માંગી છે.

- text