હળવદના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ : ૩.૧૪ લાખની ચોરી ઝડપાઇ

- text


વહેલી સવારે મિયાણી જ્યોતિગ્રામ ફીડર હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ ટીમો ત્રાટકી

હળવદ : હળવદમાં આજે વહેલી સવારે હળવદ તેમજ મોરબીની જુદી જુદી દસ પીજીવીસીએલની ટીમોએ પોલીસ અને એક્સ આર્મીમેનના જવાનોને સાથે રાખી મિયાણી જ્યોતિગ્રામ ફીડર હેઠળ આવતા જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં વાણિજ્ય તેમજ રહેણાંક મકાનમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા ૩.૧૪ લાખની વીજ ચોરી ઝડપાઈ છે.

આજે વહેલી સવારે હળવદ તેમજ મોરબીની જુદી જુદી દસ પીજીવીસીએલની ટીમોએ હળવદના મિયાણી જ્યોતિગ્રામ ફીડર હેઠળ આવતા મિયાણી,ટીકર, અજીતગઢ, ઘાટીલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વાણિજ્યના ચાર કનેક્શનનો ચેક કરવામાં આવતા એકમાં ગેરરિતી સામે આવી હતી.જેને લઇ રૂપિયા ૨૫ હજારનો દંડ ફટ કરવામાં આવ્યો છે.

- text

જ્યારે રહેણાક મકાનના ૧૨૬ કનેક્શનનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ૧૭માં ગેરરીતિ સામે આવી છે જેથી તેઓને રૂપિયા ૨.૮૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.આમ વહેલી સવારે જ પીજીવીસીએલની ટીમોએ પોલીસ અને એક્સ આર્મીમેનના જવાનોને સાથે રાખી વીજ ચોરી કરતા લોકો પર કાર્યવાહી કરી હતી.

- text