હળવદમાં તરુણ કામદાર પાસે મજૂરી કરાવતા મીઠાના કારખાનેદાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો 

- text


હળવદ જીઆઈડીસીમાં મોરબી સરકારી શ્રમ અધિકારી કચેરી દ્વારા દરોડાની કાર્યવાહી 

હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ મીઠાની પેકેજીંગ-પ્રોસેસિંગ ફેકટરીઓમાં બાળ શ્રમિકો તેમજ તરુણ શ્રમિકો પાસે કાળી મજૂરી કરવામાં આવતી હોવાનું જગ જાહેર છે ત્યારે ગઈકાલે મોરબી મદદનીશ શ્રમ આયુક્ત કચેરીની સંયુક્ત ટીમ દ્વારા બાલાજી ફુડ કેમ ફેકટરીમાં દરોડો પાડી એક તરુણ શ્રમિકને મુક્ત કરાવી ફેક્ટરી સંચાલક વિરુદ્ધ બાળ અને તરૂણ કામદાર પ્રતિબંધ અને નિયમન મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબી મદદનીશ શ્રમ આયુક્ત કચેરીની સંયુક્ત ટીમ દ્વારા હળવદ જીઆઈડીસીમાં આવેલ બાલાજી ફુડ કેમ ફેકટરીમાં દરોડો પાડવામાં આવતા મહિને દસ હજારના પગારથી કામે રાખવામાં આવેલ એક તરુણ મળી આવતા સરકારી શ્રમ અધિકારી ડો.ડી.આર.કાનાણી દ્વારા ફેકટરીના સંચાલક પ્રનિત લલીત અગ્રવાલ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં બાળ અને તરૂણ કામદાર પ્રતિબંધ અને નિયમન મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

- text

- text