હળવદ માર્કેટ યાર્ડ દ્વારા ઝુંપડા તોડી પાડવાની હિલચાલ કરાતા શ્રમિક પરિવારોની આત્મવિલોપનની ચીમકી

- text


ઝુંપડામાં રહેતા ગરીબ પરિવારો મામલતદારને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી

હળવદ : હળવદ માર્કેટ યાર્ડ દ્વારા ઝુંપડા ખાલી કરવાનું કહેતા હોય અને ઝુંપડા ન ખાલી કરે ઝુંપડા તોડી પાડવાની હિલચાલ કરતા હોવાથી ફફડી ઉઠેલા ગરીબ પરિવારો આ મામલે મામલતદારને આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી ન થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

હળવદના જીઆઈડીસી પાસે ઝુંપડા બાંધીને 27 વર્ષથી રહેતા ગરીબ પરિવારોએ હળવદ મામલતદારને આવેદન આપીને જણાવ્યું હતું કે, તેઓ પાસે લાઈટ બિલ સહિત તમામ આધાર પુરાવા હોવા છતાં હળવદ માર્કેટ યાર્ડ દ્વારા અગાઉ બે વખત ઝુંપડા તોડી પાડવામાં આવ્યા હતા અને હવે ત્રીજી વખત પણ ઝુંપડા તોડી પડવાની ધમકી આપે છે. હાલ જે જગ્યા ઉપર ઝુંપડા બનાવેલા છે. તે જગ્યા સરકારે માર્કેટ યાર્ડને ફાળવી ન હોવા છતાં ધમકાવે છે. આ ઝુંપડા ખાલી કરાશે તો ગરીબ શ્રમિક પરિવારો નોંધારા બની જશે આથી આ અંગે યોગ્ય કાર્યવાહી નહિ થાય તો આત્મવિલોપન કરવાની ગરીબ પરિવારોએ ચીમકી આપી છે.

- text

- text