નવરાત્રી સ્પે. મોરપીંછ એક્ઝિબિશનનો કાલે મંગળવારે છેલ્લો દિવસ : 50થી વધુ સ્ટોલ

 

ચણીયાચોલી, ઓર્નામેન્ટથી લઈને ફૂડ, હોમ ડેકોર અને ઇન્ડોર પ્લાન્ટ સહિતની તમામ આઇટમો : મુલાકાત લેનાર બહેનોને મેકઅપ, ફેશિયલ અથવા બ્લીચ ફ્રી

મોરબી : નવરાત્રી નિમિત્તે મોરબી અપડેટ આયોજિત મોરપીંછ એક્ઝિબિશનનો આજે પ્રારંભ થયો છે. આ એક્ઝિબિશનમાં 50 જેટલા સ્ટોલ છે. આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બહેનોએ ઉમટી પડી શોપિંગની મજા માણી હતી. હવે આવતીકાલે મંગળવારે એક્ઝિબિશનનો છેલ્લો દિવસ છે.

દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ છેલ્લા થોડા સમયથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મોરપીંછ એક્ઝિબિશનનું પણ આયોજન કરે છે. સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમજ લોકોને એક જ સ્થળેથી શ્રેષ્ઠ કિંમતે વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે તા.9 અને 10 ઓક્ટોબર રોજ મોરપીંછ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન રવાપર ચોકડી નજીક આવેલ સ્વાગત હોલ ખાતે ચાલી રહ્યો છે.

આ એક્ઝિબિશનમાં ચણીયા ચોલી, ઓર્નામેન્ટ, ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, હેન્ડીક્રાફટ, ફેસ્ટિવલ સ્પેશિયલ આઈટમ, જવેલરી, ગૃહ ઉદ્યોગ, અથાણા, કોડીયા, ફૂટવેર, જવેલરી, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન, રોપા, ઇનડોર પ્લાન્ટ સહિતના 50 સ્ટોલ છે. અહીં મુલાકાત લેનાર બહેનોને મેકઅપ, ફેસિયલ અને બ્લીચમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી આપવામાં આવી રહી છે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે.

મોરપીંછ એક્ઝિબીશન
સમય : સવારે 9થી રાત્રે 8
સ્થળ : સ્વાગત હોલ,
રવાપર ચોકડી, મોરબી
વિપુલ પ્રજાપતિ-99130 53249
મિત્તલ પ્રજાપતી-99093 82382