મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાલે મંગળવારે વિત્તિય સશક્તિકરણ દિવસ ઉજવાશે

- text


 

મોરબી : મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં આવતીકાલે તારીખ 10 ઓક્ટોબર ને મંગળવારના રોજ વિત્તિય સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અનુસંધાને પોસ્ટ ઓફિસના વિવિધ ખાતા ખોલવા માટે મેગા કેમ્પનું આયોજન કરાયું છે.

હાલ દેશભરમાં 9 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તારીખ 10 ઓક્ટોબર ને મંગળવારના રોજ મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે વિત્તિય સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં પોસ્ટ ઓફિસમાં સેવિંગ ખાતા, સુકન્યાના ખાતા, મહિલા સન્માન બચત પત્ર પીપીએફ ખાતા તેમજ પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓના ખાતા ખોલવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ગ્રાહકોને ફોર્મ પણ ભરી આપવામાં આવશે. તો મોરબીની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા મોરબી એમડીજી પોસ્ટ માસ્તર પરાગભાઈ વસંતની યાદીમાં જણાવાયું છે.

- text

- text