હળવદ કેનાલમાં ફસાયેલી ગૌવંશનું સફળ રેસ્ક્યૂ કરતાં બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તો

- text


હળવદ : હળવદની નર્મદા કેનાલમાં રાત્રિના સમયે ગૌવંશ ફસાઈ જતાં બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તોએ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને ગૌવંશનો જીવ બચાવ્યો હતો.

મળતી વિગત પ્રમાણે હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નંદી મહારાજ ફસાઈ જતાં તે અંગેની જાણકારી યોગેશભાઈને મળતી હતી. તેઓએ ગૌશાળામાં જાણ કરતાં રાત્રિના સમયે બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નંદી મહારાજને કેનાલમાંથી બહાર કાઢીને જીવ બચાવ્યો હતો. આ કાર્યમાં ગૌસેવકો સેવા કાર્યમાં જોડાયા હતા અને ખાસ દિનેશભાઈ ભરવાડે તાત્કાલિક પોતાની ક્રેન મોકલી આપી હતી. તેઓ કાયમી માટે નિશુલ્ક ક્રેન ની સેવા આપી રહ્યા છે અને ખાસ મોહનભાઈ ભરવાડે જીવના જોખમે કેનાલમાં ઉતરીને નંદી મહારાજનો જીવ બચાવવામાં નિમિત્ત બનતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીવના જોખમે ગૌસેવા કરવા માટેની ભાવના રાખતા ગૌસેવાકો રાત દિવસ જોયા વિના ગૌવંશની સેવા કરી રહ્યા છે. સત્કાર્ય કરનાર સેવાવ્રતીઓને ચોતરફથી હળવદના નાગરિકો બિરદાવી રહ્યા છે.

- text

- text