ટંકારાના સજ્જનપર ગામે માસીએ ભાણેજનું અપહરણ કર્યું 

- text


અગિયારેક વર્ષની દીકરીને સાળી સુરત ઉપાડી ગયાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ 

ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા પરિવારની અગિયારેક વર્ષની દીકરીનું સગી માસી અપહરણ કરીને સુરત લઈ ગઈ હોવાની ફરિયાદ દીકરીના માતાપીતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા કાળુભાઈ ઘેલાભાઈ ખાટરીયા નામના આધેડે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમની દસ વર્ષ અગિયાર મહિના અને અગિયાર દિવસની ઉંમર ધરાવતી દીકરી ગત તા.25ના રોજ લાપતા બનતા પહેલા ઘરમેળે તપાસ કરી હતી જો કે દીકરીની ભાળ મળી ન હતી બાદમાં ખબર પડી હતી કે કાળુભાઈ ઘેલાભાઈ ખાટરીયાની સુરત અમરોલી હાઉસીંગ આવાસમાં રહેતી તેમની સાળી સોનુબેન ઘરમશીભાઇ સાથરીયા તેમની દીકરીનું અપહરણ કરીને નાસી ગઈ છે. બનાવ અંગે ટંકારા પોલીસે મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text