આજે સાંજે શૌર્ય જાગરણ યાત્રા હળવદ આવી પહોંચશે

- text


યાત્રાને આવકારવા વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા આહવાન 

હળવદ : વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા અમર બલીદાનીઓની શૌર્ય ગાથાની યાદ અપાવતી શૌર્ય જાગરણ યાત્રા આજે રવિવારે સાંજે 5 કલાકે સરા ચોકડી ખાતે આવી પહોંચશે. શૌર્ય જાગરણ યાત્રાનું આયોજ દેશ ભર માં થઇ રહ્યુ છે જેના ઉપલક્ષ્યમાં આ યાત્રા હળવદ આવનાર હોય તાલુકાના સર્વે ધર્મપ્રેમી વડીલો, યુવાનો , માતાઓ અને બહોનો ઉત્સાહભેર જોડાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ આહ્વાન કરાયું છે.

- text

શૌર્ય જાગરણ યાત્રા હળવદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તાર માં પણ ઉત્સાહ ભેર નીકળવાની હોઈ ત્યારે ગામો ગામ આ યાત્રા ને વધાવવા જોર શોર માં તૈયારીઓ થઈ રહી છે. યાત્રામાં હળવદ તાલુકાની જનતા જોડાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ જાહેર આમંત્રણ પાઠવે છે. આ યાત્રા વાજતે ગાજતે હળવદ ની મુખ્ય બજારોમાંથી નીકળી બાદમાં તાલુકા ભર માં પરિભ્રમણ કરશે.

- text