મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજમાં બિઝનેસફેર યોજાયો

- text


વિવિધ વસ્તુઓનું વેચાણ કરી વિદ્યાર્થીનીઓએ રૂ. 65,000ની નફાની કમાણી કરી 

મોરબી : મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ.પટેલ મહિલા કોલેજ દ્વારા બિઝનેસફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસફેરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓ ભણતર સાથે ગણતર ઉપરાંત સફળ ઉદ્યોગ સાહસિકના ગુણ શીખે તેમજ પોતાના ઈનોવેટિવ આઈડીયાથી ગ્રાહકોને વધુને વધુ આકર્ષિત કરી શકે તે હતો.

આ બિઝનેસ ફેરમાં ફૂડ ઝોનમાં પાણીપુરી, ભૂંગરા બટેટા, ભરેલું , બ્રેડ બટેટા, સ્પેશિયલ ચાટ, વેજિટેબલ સેન્ડવિચ, ચાઇનીસ રોલ, ખાખરા પીઝા, કોલ્ડ ડ્રીંક, દહીં પૂરી, ભેળ તથા બેકરીની આઇટમનું વિધાર્થિનીઓ જાતે બનાવીને અન્ય વિધાર્થિનીઓને વેચાણ કર્યું હતું. સાથોસાથ જનરલ ઝોનમાં સ્ટેશનરીની વસ્તુઓ અને કટલેરી વગેરે વસ્તુનું વેચાણ કર્યું હતું. બધા ઝોનનું કુલ વેચાણ આશરે રુપિયા 140000 નું વેચાણ કરી આશરે રુપિયા 65000 જેવા નફાની વિધાર્થિનીઓ દ્વારા કરવામાં આવી હતી. બિઝનેસ ફેરમાં સંસ્થાની આશરે 4500 થી 5000 જેટલી વિધાર્થિનીઓએ મુલાકાત લીધી હતી. આટલી બહોળી સંખ્યામાં વિધાર્થિનીઓની આવન-જાવન હોવાથી કોઈ પણ પ્રકારની અગવળતાં ન પડે અને આયોજનબદ્ધ તથા સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થાય તે માટે કોમર્સના સ્ટાફગણે ભારે જહેમત ઊઠાવી હતી.બિઝનેસ ફેરના અંતમાં સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનસર તથા કોમર્સ વિદ્યાશાખાના અઘ્યક્ષ મયુરભાઈ હાલપરાએ સર્વે વિધાર્થિનીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ, અને ઈનોવેશન પોલિસીનું માર્ગદર્શન આપી ભવિષ્યમાં દેશના એક પ્રમાણિક અને સફળ ઉદ્યોગ સાહસિક બની સમાજ તેમજ દેશ માટે ઉપયોગી બની રહે તેવા અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text