માળીયા(મી.) : વાર્તા સ્પર્ધામાં નાના દહિંસરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી જિલ્લામાં તૃતીય સ્થાને

- text


માળીયા(મી.) : તાજેતરમાં ગાંધીનગર GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત લજાઈ માધ્યમિક શાળા ખાતે મોરબી જિલ્લાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં માળિયા (મી.)ના નાના દહિંસરા ગામની એમ.જે.ભાલોડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સુમરા યાસીન અબ્દુલભાઈએ વાર્તા સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યુ છે. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય કે.એન.માનસેતા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતાં.

- text

- text