મોરબીના નાગરિકોને આભા કાર્ડ જનરેટ કરવા અનુરોધ 

- text


મોરબી : ભારત સરકાર દ્વારા નાગરિકો માટે જૂની બિમારીની હિસ્ટ્રી અને રિપોર્ટ, સારવાર અંગેની જાણકારી મળી રહે તે માટે આભા કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબીના નાગરિકોને નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને આભા કાર્ડ કઢાવી લેવા દિલીપભાઈ દલસાણીયા દ્વારા જણાવાયું છે.

ભારત સરકાર દ્વારા દેશનો કોઈપણ નાગરિક પોતાની જૂની બિમારીની હિસ્ટરી, તેના રિપોર્ટ અને અગાઉ લીધેલ સારવારનું ડીઝીટલાઈઝેશન ફક્ત એક કાર્ડમાં કરાવી શકે એ માટે આભાકાર્ડની યોજના શરૂ કરાવવા માં આવી છે. જેનાથી દર્દીને પોતાની બિમારીની ફાઈલ સાચવવાની ઝંઝટથી છુટકારો મળશે.ઘણી વખત ઇમરજન્સી સમય દરમ્યાન હોસ્પિટલ પર ફાઈલ લઈ જવાનું ભૂલી જતા હોઈએ છીએ અથવા આપણી હોસ્પિટલની ફાઈલ ખોવાઈ જતી હોય છે જેના સોલ્યુશન માટે સરકારે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા કાર્ડ કઢાવવા સૂચવ્યું છે.

- text

જેના થકી દેશનો કોઈપણ ડોકટર્સ દર્દીની સંપૂર્ણ વિગત આભાકાર્ડમાંથી મેળવી શકશે. જેમ કે દર્દીને શું બિમારી છે? દર્દી એ અગાઉ શું શું રિપોર્ટ કરાવ્યા છે? દર્દી એ તેની શું શું સારવાર લીધી છે વગેરે.. તો તમામ નાગરિકોને દિલીપભાઈ દલસાણિયાએ વિનંતી કરી છે કે, મોબાઈલમાંથી અત્યારે પોતાનું આભાકાર્ડ જનરેટ કરાવી લે. આભાકાર્ડ જનરેટ કરવા માટે https://healthid.ndhm.gov.in/ લિંક પર જવું. વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

- text