જીલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધામાં વનાળિયા શાળાની કાવ્યા પૈજા વિજેતા બની 

- text


મોરબી : નિપુણ ભારત મિશન અંતર્ગત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા ટંકારા તાલુકાની દેવાદયા માધ્યમિક શાળા લજાઈ ખાતે જીલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની વાવડી ક્લસ્ટરની વનાળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પૈજા કાવ્યા અવિનાશભાઈએ સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યુ છે. આ તકે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કાવ્યા પૈજાને સન્માનપત્ર, શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. આગામી દિવસમાંં કાવ્યા ઝોન કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

- text

- text