મિતાણા ઓવરબ્રિજ ઉપર સ્વીફ્ટ ઉડીને આઇસર ઉપર ખાબકી

- text


રાજકોટ તરફથી આવતી સ્વીફટના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડર ઠેકાડ્યું

મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપર આજે ટંકારા તાલુકાના મિતાણા ઓવરબ્રિજ ઉપર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમા સ્વીફ્ટ ઉડીને ડિવાઈડર ઠેકી રોંગ સાઈડમાં આવતા આઇસર ઉપર ખાબકી પાછી રાઈટ સાઈડમાં આવી ગઈ હતી.

અકસ્માતની આ વિચિત્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે ગુરુવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટ – મોરબી હાઇવે ઉપર રાજકોટ તરફથી પુરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા મિતાણા ઓવર બ્રિજનું મસમોટું ડિવાઈડર કુદાવી સામેથી આવતા આઇસર ટ્રકની ડ્રાઇવર કેબીન પાસે ઉડીને આવી હતી. જો કે, આઇસર સાથે ટક્કર બાદ સ્વીફ્ટ કાર ફરી મોરબી તરફના રોડ ઉપર પછડાઈ આવી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- text

- text