માળિયામાં બે કલાકમાં બે ઈંચ, મોરબીમાં વધુ એક ઇંચ

- text


સવારે આઠથી દસમાં જિલ્લામાં મેઘરાજાની ધબધબાટી

મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજા છેલ્લા બે મહિનાની કસર પુરી કરવા આવ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે આજે સવારે આઠથી દસ બે કલાકના અરસામાં માળીયામા બે ઈંચ તો મોરબી અને હળવદમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

મોરબી ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ મંગળવારે સવારે આઠથી દસના સમયગાળા દરમિયાન મોરબીમાં 26 મીમી, માળીયામાં 48મીમી, ટંકારામાં 9મીમી, વાંકાનેરમાં 2 મીમી અને હળવદમાં વધુ 25 મીમી વરસાદ વરસ્યો હતો.

- text

- text