ઘનશ્યામપુરમાં શ્રાવણી અમાસે મહાપ્રસાદનો 10 હજાર ભાવિકોએ લીધો લાભ 

- text


શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે મહારુદ્ર યજ્ઞ અને રાત્રે ભવ્ય ડાંડિયારાસનુ આયોજન

હળવદ : આજે શ્રાવણી માસને લઈ ઘનશ્યામપુર ગામે આવેલ મહાદેવ મંદિરે વિશેષ પૂજા તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું સાથે જ રાત્રીના સમયે ભવ્ય ડાંડિયારાસનું પણ આયોજન કરાયું છે.

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ગામમાં આવેલ પૌરાણિક અને ગામ લોકોના આસ્થાનું કેન્દ્ર શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે મહા રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું.જેમાં સમસ્ત ગ્રામજનો સહિત વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા શ્રમિકોને પણ પ્રસાદીનો લાભ આપવામાં આવ્યો હતો જેથી એકી સાથે 10 હજાર જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.સાથે જ રાત્રિના સમયે ભવ્ય ડાંડિયારાસના કાર્યક્રમનું પણ સમસ્ત ઘનશ્યામપુરના ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text