મોરબીમાં પારકા ઝઘડામાં યુવાનની હત્યા કરનાર બે આરોપીઓ ઝડપાયા

- text


કુલ ચારમાંથી બેની અટક બાદ ત્રીજો આરોપી સારવાર હેઠળ હોવાનું અને એક બાળ કિશોર આરોપીની અટક કરવાની તજવીજ હાથ ધરતી પોલીસ

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફૈબાના ઘેર બેસવા ગયેલા યુવાને શેરીમાં ઝઘડો કરી રહેલા પરિવારજનોને શાંત પાડવા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા શખ્સોએ આ ઝઘડો અમારા પરિવારનો છે તું વચ્ચે ન આવ કહી છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી હાલ બે આરોપીઓને ઝડપી લીધા છે.

મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલ સામે વાલ્મીકીવાસમાં રહેતા જયસુખભાઇ નાથાભાઈ ઝાલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમનો મોટો પુત્ર રવિ ઉર્ફે રવીન્દ્રભાઈ જયસુખભાઇ ઝાલા ભીમસર ખાતે રહેતા તેમના બહેન કિરણબેનના ઘેર ગયો હતો ત્યારે પાડોશમાં રહેતા આરોપી ક્લેજ લલિતભાઈ, લલિતભાઈ કેશાભાઈ અને રાજુભાઈ કેશાભાઈ સહિત ચાર આરોપીઓએ શેરીમાં ઝઘડો કરી જોરજોરથી રાડો પાડતા હોય ભોગ બનનાર રવિ ઉર્ફે રવિન્દ્ર ઝઘડામાં વચ્ચે પડી ઝઘડો નહીં કરવા સમજાવવા ગયો હતો. આ સમયે આરોપીઓએ આ અમારા પરિવારનો ઝઘડો હોય તું કેમ વચ્ચે પડશ કહી ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને આરોપી ક્લેજ લલિતભાઈએ ઘરમાંથી છરી લાવી છરીના ઘા ઝીકી દેતા રવીન્દ્રભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. આ હત્યાના આ બનાવ અંગે મૃતક રવિન્દ્રભાઈના પિતા જયસુખભાઇ નાથાભાઈ ઝાલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ પોલીસે ચાર આરોપીઓમાંથી બે આરોપીઓ કલેજભાઈ વાઘેલા અને રાજેશભાઈ વાઘેલાને ઝડપી લઈ ત્રીજો આરોપી લલિત વાઘેલાને ઇજા હોય સારવાર હેઠળ હોય તેમજ ચોથા બાળ કિશોર આરોપીની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.

- text

- text