મિતાણા પંથકમાં તસ્કરોનો તરખાટ, ડેમમાંથી ખેડૂતોની દસેક મોટર ચોરાઈ

- text


બે થી અઢી લાખની મોટરોની ચોરી થતા પોલીસ ફરિયાદ કરવા તજવીજ

મોરબી : હાલમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ટંકારા તાલુકાના મિતાણા પંથકમાં આવેલ ડેમ અને તળાવમાંથી સિંચાઈ માટે મુકવામાં આવેલી ખેડૂતોની દસેક જેટલી ઇલેક્ટ્રિક મોટરો તસ્કરો ચોરી જતા ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે અને પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હાલમાં વરસાદની ખેંચ વચ્ચે ટંકારા તાલુકાના મિતાણા પંથકમાં ખેડૂતો મિતાણા ગામ પાછળ આવેલ તળાવ તેમજ ડેમી ડેમમાંથી સિંચાઈ માટે પાણી મેળવવા ઇલેક્ટ્રિક મોટર મૂકી પાણી લઈ રહ્યા હોય ગઈકાલે રાત્રે નિશાચરો સાતથી આઠ ખેડૂતોની અંદાજે 20 હજારથી વધુ કિંમતની એક એવી ઇલેક્ટ્રિક મોટર ચોરી કરી જતા ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે. આ અગાઉ પણ ત્રણેક મોટર ચોરી થઈ જતા હાલમાં ખેડૂતોની ઇલેક્ટ્રિક મોટરની ચોરી મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

- text

- text