મોરબીની સોનીબજારમાં બબુડાની વખારમાંથી 83 બોટલ દારૂ ઝડપાયો 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે મોરબીની સોનીબજારમાં આવેલી દરિયાલાલ શેરીમાં શાકભાજીની વખારમાં દરોડો પાડી બબુડા નામના શખ્સે છુપાવેલ 83 બોટલ દારૂ ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા સહિતની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સોનીબજારમાં આવેલી દરિયાલાલ શેરીમાં આરોપી જુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ ઘાંચી રહે.મોરબી પંચાસર રોડ ભારતપરા વાળાની કબ્જા ભોગવટા વાળી શાકભાજીની વખારમાં દરોડો પાડી રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની 45 બોટલ તેમજ રોયલ સ્ટગ બારેલ સીલેકટ વ્હીસ્કીની 38 બોટલ મળી કુલ રૂપિયા 34,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી જુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ ઘાંચી હાજર નહીં મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપી બબુડાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

- text