ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગથી મોરબીમાં ખુશીની લહેર, અનેક સ્થળોએ ઉજવણી

- text


ધારાસભ્ય અમૃતિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોએ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગનું લાઈવ નિહાળી ફટાકડાની આતિષબાજી કરી ખુશાલી વ્યક્ત કરી

મોરબી :ચંદ્રયાન-3ના લેન્ડિંગની પ્રક્રિયા ઉપર આખા દેશની નજર હતી. આજે જેવું ચંદ્રયાનનું ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ થતા આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને દેશની સાથે મોરબીવાસીએની પણ ખુશીઓની કોઈ સીમા રહી ન હતી. ઠેર ઠેર ઢોલ નગારા અને ફટાકડાની આતિષબાજી કરીને આ ઐતિહાસિક કમિયાબીને અત્યંત ઉત્સાહ સાથે વધાવી હતી.

ચંદ્રયાન-3ના ચંદ્ર ઉપર લેન્ડિંગની પ્રક્રિયા ઉપર આખા દેશની સાથે મોરબીવાસીની પણ નજર ચોંટેલી હતી. મોરબીવાસીઓ પણ આ ઐતિહાસિક પ્રક્રિયાને દિલધડક રીતે માણી રહ્યા હતા અને ચંદ્રયાનનું દક્ષિણ ધ્રુવ ઉપર સફળતા પૂર્વક ઉતારણ થતા ભારત દેશ દુનિયાનો આવુ કરનારો પ્રથમ દેશ બનતા મોરબીવાસીઓ હરખથી નાચી ઉઠ્યા હતા. અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડીને મોરબીવાસીઓએ આ ખુશાલી વ્યક્ત કરી હતી.

જો કે ઘણા લોકોએ ચંદ્રયાનના સફળતા પૂર્વક ઉતારણ માટે ઈશ્વર સમક્ષ બાધાં આખડીઓ તેમજ પદયાત્રા પણ કરી હતી. આજે સૌની મનોકામના પૂર્ણ થઈ છે અને આ ઐતિહાસિક સફળતા બદલે અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સમગ્ર મોરબી શહેર અને જિલ્લાના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. જ્યારે નવા બસ સ્ટેન્ડ પાસે કાર્યાલય ખાતે ધારાસભ્ય અમૃતિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોએ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગનું લાઈવ નિહાળી ફટાકડાની આતિષબાજી કરી ખુશાલી વ્યક્ત કરી હતી. આ તકે ધારાસભ્ય અમૃતિયા, ભાજપના અગ્રણી જેઠાભાઈ મિયાત્રા સહિતનાએ ખુશાલી વ્યક્ત કરી હતી.

- text

- text