મોરબીના વિસીપરામાં જુગાર રમતી બે મહિલા સહીત ત્રણ પકડાયા 

- text


મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે વિસીપરા રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કિશનભાઇ ધીરૂભાઇ સોલંકી, કમુબેન બટુકભાઇ સોલંકી અને મંજુબેન રમેશભાઇ સોલંકીને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 1850 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text