મોરબીના મચ્છુ-2 ડેમ નજીક ટ્રક હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી – જોધપર રોડ ઉપર મચ્છુ-2 ડેમ નજીક ગોળાઇમાં પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે સામેથી આવતા બાઈક ચાલકને હડફેટે લેતા ટ્રકના ટાયરના જોટા નીચે આવી જતા મોરબીના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – જોધપર રોડ ઉપર મચ્છુ-2 ડેમ પાસે વળાંકમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નંબર GJ-03-AZ-0387 નંબરના ચાલકે સામેથી બાઈક લઈને આવી રહેલા મોરબીના રહેવાસી કીશોરભાઇ કરમશીભાઇ ચાવડા ઉ.31ને હડફેટે લેતા ટ્રકના ટાયરના જોટા નીચે માથું આવી જતા કિશોરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા મૃતકના ભાઈ બળદેવભાઇ કરમશીભાઇ ચાવડા, રહે.રાફડાની વાડી, શનાળા રોડ, વિશાલ ફર્નીચર પાછળ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text