વાંકાનેરની ઘીયાવડ શાળામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

- text


મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રાથમીક શાળામાં સીઆરસી જુના કણકોટમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે બાળકો દ્વારા બેનર સાથે,સિંહના મહોરા પહેરીને,સ્લોગન સાથે સિંહ બચાવો જાગૃતિ ના ઉદ્દેશથી રેલી કાઢી હતી.

જેમા વિડી રામપરા સિંહ અભયારણ્ય ના વનપાલ જયદીપસિંહ ઝાલા પણ જોડાયા હતા.ધોરણ – 6,7,8 ના બાળકોએ સિંહ વિષયક કૃતિ અને નાટક રજુ કર્યું હતું. મુખ્યમંત્રીનો શુભેચ્છા સંદેશ બાયસેગ દ્વારા વિદ્યાર્થીઓ,શિક્ષકો,smc સભ્યોએ નિહાળ્યો હતો. આ સાથે જ “મેરી માટી મેરા દેશ ” કાર્યક્રમનું આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે શાળા અને ગ્રામજનો દ્વારા સહ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના આગેવાન બટુકસિંહ, હરપાલસિંહ,ધ્રુવરાજસિંહ, નવઘણભાઈ, દીપકભાઈ હાજર રહ્યા હતા.સર્વે ગ્રામજનોના હસ્તે શિલાફલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. .સૌ સાથે મળીને પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.રિટાયર્ડ આર્મીમેન કિશોરસિંહ ઝાલાનું બટુકસિંહ ઝાલાના હસ્તે સન્માન કરીને તેમની સેવાને બિરદાવવામાં આવી હતી.આ તકે ખાસ ગ્રામસભાનું પણ આયોજન કરી ને ગામના પ્રશ્નોના નિરાકરણ બાબત ચર્ચા કરીને ઉકેલ કરવમાં આવ્યો હતો.

આ તકે સરકારની સુચનાનુસાર આપણા દેશના સૈનિક કિશોરસિંહના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.ગામના યુવાનો દ્વારા ગામની ચારે દિશામાં રેલી કાઢીને માટી કળશમાં ભરીને લાવવામાં આવી હતી.જે તાલુકાકક્ષાએ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને ગ્રામજનો દ્વારા વૃક્ષઉછેર માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.ગ્રામ પંચાયત દ્વારા શાળાના બાળકો ને તિથિભોજન કરાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શાળામાં દર વર્ષની જેમ જ ધોરણ 1 થી 8 માટે બાલમેળો અને લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં કાગળકામ, ચિત્રકામ,માટીકામ,કોતરકામ,બાળ રમતો,નાટક,ગીત સંગિત, ફિલ્મ નિદર્શન,ગડીકામ, વેસ્ટ માંથી બેસ્ટ,ફાયર સેફટી,પંચર સાંધવું, વર્ગ સુશોભન,કેશગૂંથન,મહેંદી,સાડી પરિધાન,રંગોલિકામ,કલરકામ, બાગાયતી વગેરે જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.

- text

આ સાથે જ શાળામાં ધોરણ – બાળવાટીકા થી 5 ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી,જેમાં રાઉમા અયાન,રાઉમા માહીનુર અને ગોધાણી વર્ષા વિજેતા થયા હતા. ચીટકકામ સ્પર્ધામાં ગોધાણી દિપક અને વનાણી માનવ વિજેતા થયા હતા. વેશભૂષા સ્પર્ધામાં માધાણી નિધિ, ચૌહાણ કોમલ,મકવાણા જલ્પા અને ચૌહાણ મિત વિજેતા થયા હતા. ઉપરાંત ધોરણ – 6 થી 8 માં યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ચૌહાણ સેજલ, ચૌહાણ દિવ્યા,ઝાલા સૃષ્ટિબા વિજેતા થયા હતા.તમામ વિજેતાને સ્વતંત્રતા પર્વ પર શિક્ષક દીનેશકુમાર રૈયાણી દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.તમામ કાર્યક્રમ અને સ્પર્ધા ની સફળતા માટે શિક્ષક રવજીભાઈ, દિનેશભાઇ,નમ્રતાબા, કવિતાબેન, મીરલબેન અને નિરાલિબેન એ જહેમત ઉઠાવી હતી.તેમજ ધોરણ 2 ના વિદ્યાર્થી થોરિયા કુલદીપ પરબતભાઇએ તાલુકા કક્ષાએ વાર્તાકથન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે.તેમને માર્ગદર્શન શિક્ષક નમ્રતાબા પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું.તેમને આચાર્ય દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું.

- text