ટ્રકે ઠોકર મારતા જડેશ્વર મંદિરેથી દર્શન કરી પરત ફરતું દંપતી ખંડિત 

- text


ટંકારા હાઇવે ઉપર બનેલી ઘટનામ પતિની નજર સામે જ પત્નીએ અંતિમ શ્વાસ લીધા 

ટંકારા : ટંકારા શહેરના કલ્યાણપર રોડ ઉપર રહેતું દંપતી ગઈકાલે મોરબી દવા લઈને જડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી પરત પોતાના ઘેર જઈ રહ્યું હતું ત્યારે ટંકારા હાઇવે ઉપર પીડબ્લ્યુડીના બંગલા પાસે ટ્રક ચાલકે ઠોકર મારતા પતિની નજર સામે જ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મૃતકના પતિ શનીદેઓલ આદેશભાઈ ચૌહાણે જાહેર કર્યું હતું કે તેના લગ્ન દોઢેક વર્ષ પૂર્વે દિલ્હીની શિવનિબેન સાથે થયા હતા અને ગઈકાલે પતિ-પત્ની મોરબી ખાતે દવા લેવા ગયા બાદ પરત ફરતી વેળાએ જડેશ્વર મહાદેવ મંદિરે ગયા હતા જ્યાંથી આવતી વેળાએ ટંકારા પીડબ્લ્યુડીના બંગલા પાસે GJ-36-V-0032 નંબરના ટ્રક ચાલકે તેમના બાઇકને ઠોકર મારતા બન્ને નીચે પડી જતા તેમના પત્નીના શરીર ઉપર ટ્રકનો જોટો ફરી વળતા શિવાનીબેનને ટંકારા સરકારી હોસ્પિટલમાં ખસેડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. ઘટના અંગે ટંકારા પોલીસે શનીદેઓલની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text