મોરબીમાં બાળકોની સ્કૂલ ફી ન ભરી શકનાર મહિલાની વ્હારે આવતી બી ડિવિઝન પોલીસ

- text


નબળી આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણ કાર્ય ન બગડે તે માટે શી ટીમે શાળા તથા આગેવાનોની મદદથી ફીની વ્યવસ્થા કરી આપી

મોરબી : મોરબીમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા એક મહિલાએ પોતાના બે બાળકોની ફી ભરવાના પૈસા ન હોય બી ડિવિઝન પોલીસની શી ટિમ પાસે મદદ માંગતા તેને શિક્ષણ ફીની વ્યવસ્થા કરી આપી હતી.

બી ડિવિઝન પીઆઇ પી.એ દેકાવાડીયા સુપરવિઝન હેઠળ શી ટિમ કાર્યરત છે. એક મહિલા પોતાના બાળકો દિકરો ધોરણ-૫ તથા દિકરી ધોરણ ૭ માં મોરબી જ્ઞાનાપોત પ્રા.શાળા તથા શ્રેયા વિધાલયમાં અભ્યાસ કરતા હોય અને કોરોના રોગચાળાના કારણસર છેલ્લા ૨ વર્ષથી આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણસર સ્કુલની કુલ રૂ.૨૮,૦૦૦/- જેટલી ફિ ભરી શકતા ન હોય અને પોતાના બાળકોનું અભ્યાસમાં ભવિષ્ય બગડે નહીં જે માટે પોલીસ મદદ મળે તે હેતુથી પોલીસ સ્ટેશને આવ્યા હતા.

શ8 ટીમના પો કોન્સ. કિર્તીસિંહ બહાદુરસિંહ જાડેજાએ અરજદાર મહિલાને સાંભળી બાદમાં સ્કૂલના પ્રિન્સીપલ જયોતિબેન પી.સોલકીને મળી મહિલાને બને તેટલા મદદરૂપ થવા વિનંતી કરતા શાળાના પ્રિન્સિપાલે માનવતા દાખવી ફીમાં રૂ,૧૨,૦૦૦/- નો ઘટાડો કરી આપતા બાકીના ફીના રૂપિયા બાબતે પો.કોન્સ. કિર્તીસિંહ એ મહિલાના સમાજના આગેવાનો તુલસીભાઇ ચતુરભાઇ પાટડીયા તથા વિપુલભાઇ રમેશભાઇ ગણેશીયાને મળી રૂ.૮,૦૦૦/- નો સહયોગ મેળવ્યો હતો. તેમજ બાકીના ૨,૦૦૦/- મોરબી સીટી બી ડીવી શી ટીમના સભ્યોએ મદદ કરી તેમજ અરજદાર મહિલાએ રૂ.૪,૦૦૦/- ભરવા તૈયારી બતાવતા કુલ ફિરૂ.૧૪,૦૦૦/- સ્કુલમાં ચુકવી આપ્યા હતા.

- text

આમ બે બાળકોનું શિક્ષણ જીવન બચાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર મોરબી સીટી બી ડીવી પોલીસે સાર્થક કર્યું છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર પી.એ. દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ પો.કોન્સ. કિર્તીસિહ જાડેજા, પો કોન્સ. મનોજભાઇ ગોખરૂ, વુ.પો.કોન્સ. વનિતાબેન સીચાણદા, વુ.પો.કોન્સ. શીતલબેન મકવાણા, વુ. પો.કોન્સ. પ્રભાબેન ઓળકીયા રોકાયેલ હતા.

- text