મોરબીના માળીયા ફાટક ઓવરબ્રિજ નજીક ખાડામા ટ્રક ફસાયો

- text


મોરબી : મોરબીના માળીયા ફાટક ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ ઉપર પડેલા મસમોટા ખાડામા દરરોજ અનેક વાહનો ફસાઈ રહ્યા છે ત્યારે આજે એક ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના માળીયા ફાટક ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પાસે હળવદ તરફથી ગોળાઈ નજીક લાંબા સમયથી ગાબડા પડી ગયા હોય અનેક વાહનો ફસાઈ જાય છે. જો કે, વાહનો ફસાતા હોય અહીં આજુબાજુના લોકો દ્વારા આડશ પણ મુકવામાં આવી હતી. છતાં આજે એક ટ્રક આ મસમોટા ખાડામા ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

- text

- text