જિલ્લામાં પંચાયત વિભાગ હસ્તકની કેટલી મિલ્કતો જર્જરિત : સર્વે કરવા ડીડીઓનો આદેશ 

- text


સમગ્ર જિલ્લામાં કેટલા તળાવ ? કેટલા દવાખાના ? પંચાયતોની મિલ્કત ઉપર દબાણ કે કબજા થયા છે કે કેમ ? તમામ ટીડીઓને અક્ષાંક્ષ રેખાંશ સાથે તલાટી પાસે સર્વે કરી રિપોર્ટ આપવા તાકીદ 

મોરબી : મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકની કેટલી મિલ્કતો આવેલી છે ? કેટલા તળાવ આવેલ છે ? કેટલી મિલ્કતો ઉપર કબ્જા થયા છે ? કેટલા દવાખાના, શાળા કે કે અન્ય મિલ્કતો જર્જરિત અવસ્થામાં છે ? તે સહિતની તમામ બાબતો અંગે અક્ષાંક્ષ રેખાંશ સાથે સર્વે કરી રિપોર્ટ કરવા તમામ તાલુકા વિકાસ અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા દ્વારા તાકીદ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને તલાટી કમ મંત્રીઓ મારફતે જિલ્લા પંચાયત હસ્તકના તમામ તળાવોનો સર્વે કરી, તેના લોકેશન સાથેના અક્ષાંસ રેખાંશની માહિતી સાથે તમામ વિગતો તલાટી કમ મંત્રી મારફત મેળવવા તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે તેમજ આ અંગેનો અહેવાલ જીલ્લા પચાયત હસ્તકના સિંચાઈ વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવેલ છે.

- text

આ સાથે જ ગ્રામ પંચાયતો હસ્તક આવેલ તમામ મિલકતો જેવી કે પંચાયત ઘર, શાળા, પશુ દવાખાનું, કોમ્યુનીટી હોલ, ઢોર પુરાવાના ડબ્બા, ખરા વાડ, સ્મશાન, કબ્રસ્તાન, ગેસ્ટ હાઉસ પર કોઈપણ જાતનું દબાણ, પેશકદમી કે કોઈપણ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસરનો કબજો થયેલ છે? તેમજ જર્જરિત અવસ્થામાં છે કે કેમ તે અંગેની ચકાસણી તલાટી કમ મંત્રી મારફત કરવા મોરબી જીલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.

આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત હસ્તકના તમામ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર(CHC), પ્રાયમરી હેલ્થ સેન્ટર(PHC) અને સબ સેન્ટરો વગેરે મિલકતો જર્જરિત અવસ્થામાં છે કે કેમ? તેની સ્થિતિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ચકાસવા સુચના આપી તમામ ટીડીઓને સત્વરે રિપોર્ટ આપવા જણાવાયું છે.

- text