મોરબી પાલિકામાં ઇન્ટરનેટના ધાંધીયાથી લોકો પરેશાન

- text


નેટ કનેક્ટિવિટી વારંવાર ખોરવાતા કામો ન થવાથી લોકોને ધક્કે પે ધક્કા

મોરબી :મોરબી નગરપાલિકામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ધાંધીયાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.નેટ કનેક્ટિવિટી વારંવાર ખોરવાતા કામો ન થવાથી લોકોને ધક્કે પે ધક્કા થઈ રહ્યા છે.

મોરબી નગરપાલિકામાં છેલ્લા બે દિવસથી નેટ કનેક્ટિવિટી વારંવાર ખોરવાય જાય છે. નેટ કનેક્ટિવિટીના ધાંધીયા લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે અને નેટ કનેક્ટિવિટી ન મળવાથી કામો ન થતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. અનેક લોકો નગરપાલિકા કોઈને કોઈ કામો માટે આવતા હોય છે. પણ ક્યારેક નેટ કનેક્ટિવિટી તો ક્યારેક સર્વર ડાઉન થઈ જાય તો લોકો મુશ્કેલીમાં મુકાય જાય છે. આ ઉપરાંત નગરપાલિકાનો હોલ જર્જરિત હોવાથી બંધ કરી દેતા લોકોને બહાર ઉભા રહેવાની નોબત આવી છે અને બેસવાની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે.

- text

- text