રોટરી ક્લબ મોરબી દ્વારા તા.6ઠ્ઠીએ હોમ ગાર્ડન હરીફાઈ 

- text


મોરબી : રોટરી કલબ મોરબી દ્વારા ગૃહિણી વર્કશોપ સિરીઝ અંતર્ગત આગામી તારીખ 6 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબીમાં હોમ ગાર્ડન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.

રોટરી કલબ મોરબી દ્વારા ગૃહિણી વર્કશોપ સિરીઝમાં 12 મહિનામાં બાર વર્કશોપ અથવા હરીફાઈનું આયોજન કરવામાં આવે છે આ વર્કશોપ સિરીઝ અંતર્ગત પ્રથમ હરીફાઈ 6 ઓગસ્ટને રવિવારના રોજ યોજવામાં આવી છે અને આ હરિફાઈનું નામ હોમ ગાર્ડન હરિફાઈ આપવામાં આવ્યું છે. જેમાં 6 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યાથી જજ ઘરે આવીને હોમ ગાર્ડનની મુલાકાત લેશે અને તેની ગોઠવણી, સુંદરતા, ઉગાડેલા પ્લાન્ટના આધારે નિર્ણય લઈ વિજેતા જાહેર કરશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. રજિસ્ટ્રેશન માટે શૈલાબેન પારેખ (મો.નં. 9426621408) અથવા સોનલબેન શાહ (મો.નં. 7990542612) અથવા બંસીબેન શેઠ (મો.નં. 93766 52360)નો સંપર્ક કરવા પ્રોજેક્ટ ચેર પર્સન શૈલાબેન પારેખે જણાવ્યું છે.

- text

- text