મોરબીના સીઆરસી કક્ષાના કલા ઉત્સવમાં લખીધરગઢ છવાયું

- text


અનેક સ્પર્ધામાં શાળાના બાળકોએ વિજેતા બની ગામનું ગૌરવ વધાર્યું

મોરબી : સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા નાના ખીજડીયા સી.આર.સી.માં યોજાઈ હતી. જેમાં લખીધરગઢ ગામ છવાયું હતું. વાર્તાપઠન સ્પર્ધામાં ધોરણ ૨ની વિદ્યાર્થીની મેંદપરા તૃપા અરવિંદભાઈ અને ધોરણ ૩ની વિદ્યાર્થીની બોડા જીયા ભાવેશભાઈ દ્વિતીય ક્રમે વિજેતા થયાં છે.

બાળકવિ સ્પર્ધામાં વિઠલાપરા ભાવિષા સતિષભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે.વાર્તા લેખન સ્પર્ધામાં ધોરણ 8ની વિદ્યાર્થીની બોડા નૈત્રી ભાવેશભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. બોડા નૈત્રી ગાયન સ્પર્ધામાં પણ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે. ચિત્રકામ સ્પર્ધામાં સંગોડ વિક્રમ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે.

- text

વિજેતા વિદ્યાર્થીઓને આ સિદ્ધિ બદલ લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર, સમગ્ર એસ.એમ.સી. અને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા છે. સાથે વિદ્યાર્થીઓમાં પડેલ સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરવામાં સહયોગ આપનાર માર્ગદર્શક શિક્ષિકા પીપલીયા જીવતીબેનને પણ અભિનંદન પાઠવ્યા છે.

- text