સુપરસીડ થયા બાદ મોરબી પાલિકાની આર્થિક સ્થિતિ કથળી

- text


મોરબી પાલિકાની તિજોરી તળિયા ઝાટક, હવે તિજોરી ભરવા કરવેરા પર આધાર : વેરા વસૂલવા કરદાતાઓને નોટિસ ફટકારવાનું શરૂ

મોરબી : મોરબી નગરપાલિકામાં પુલ દુર્ઘટના બાદ ભાજપના શાસનનો અંત આવતાની સાથે જ વહીવટીદારનું શાસનમાં હાલમાં નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે કે નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. આથી હવે પાલિકાની તિજોરી ભરવા કરવેરા પર એકમાત્ર આધાર હોય વેરા વસૂલવા કરદાતાઓને નોટિસ ફટકારવાનું શરૂ કરાયું છે.

મોરબી નગરપાલિકાનું સ્વભંડોળ ખૂબ જ ઓછું હોવાથી કર્મચારીઓના પગાર તેમજ વીજ બીલ સહિતના ખર્ચઓ ચુકવવામાં પણ તૂટો આવે છે. આવી સ્થિતિમાં પ્રજાકીય કામો ક્યાંથી થઈ શકે ? હવે પાલિકાની તિજોરી ભરવા માટે આસામીઓ પાસેથી કરવેરાના આકરાણી ઉઘરાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને વેરા વસૂલવા માટે તમામ કરદાતાઓને નોટિસ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24માં કરવેરા બાકી હોય એની પાસેથી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે.

- text

હાલમાં મોરબીના કરદાતા આસામીઓને પોસ્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 15 હજાર જેટલી નોટિસ આપવામાં આવી છે.જ્યારે રહેણાંક 63,733 અને બિન રહેણાંક એટલે કોર્મોશિયલ 23173 નોંધાયેલા હોય એ તમામને નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહી છે. જો કે દર વર્ષે પાલિકા તંત્ર કરવેરાની આકરાણી કરવા છેલ્લી ઘડીએ ધોકો પછાડતું હોય છે. પણ આ વખતે ખાલી તિજોરી ભરવા આ એક જ ઉપાય બચ્યો હોય અત્યારથી કમર કસવામાં આવી છે.

- text