જાદુ ! સવારે રજુઆત અને સાંજ પહેલા સમસ્યાનો ઉકેલ

- text


મોરબીના ચિત્રકૂટ અને નાની કેનાલ રોડ પર રોડ-રસ્તા અને ગટરની સમસ્યા દૂર થઈ

મોરબી : છેલ્લા કેટલાક સમયથી મોરબીના ચિત્રકૂટ અને નાની કેનાલ રોડ પર રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યાથી રહીશો પરેશાન હતા ત્યારે આજે મહિલાઓએ સમસ્યા અંગે રજુઆત કરતાંની સાથે જ જાદુ ની જેમ ત્વરિત સમસ્યાનું નિરાકરણ કરી દેવામાં આવ્યું છે.

- text

મોરબીમાં ચોમાસામાં સતત ગટર ઉભરાવાના પ્રશ્નો સામે આવતા આજરોજ પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા, ભાજપ આગેવાન જયદીપ દેત્રોજાની આગેવાનીમાં ચિત્રકૂટ વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા માટે રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલા નાળાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. યોગ્ય રીતે પાણીનો નિકાલ કરીને આ સમસ્યાને દૂર કરવામાં આવી હતી. તો બીજી તરફ શ્રીકુંજ સોસાયટીથી લઈને પંચાસર રોડ સુધી નાની કેનાલ રસ્તો સાફ કરીને યોગ્ય મરામત કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text