સિરામિક ફેકટરીના લોડિંગ પોઇન્ટ ઉપર પડી ગયેલા મહારાષ્ટ્રના ટ્રક ક્લીનરનું સારવારમાં મૃત્યુ

- text


મોરબીના હરિપર કેરાળા ગામની સીમમાં બનેલો બનાવ

મોરબી : મોરબી તાલુકાના હરિપર કેરાળા ગામની સીમમાં આવેલ ઇકોલકસ સિરામિક ફેકટરીમાં ગત તા.3 જુલાઈના રોજ લોડિંગ પોઇન્ટ ઉપર પડી ગયેલા મહારાષ્ટ્રના અમહદનગર જિલ્લાના વતની વિકાસભાઈ સુરેશભાઈ તોડકર ઉ.24 ને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે મહારાષ્ટ્ર પૂનાની સસુન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.6ના રોજ વિકાસભાઈનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે મહારાષ્ટ્ર પોલીસના કાગળોને આધારે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text