માળીયાના વાગડીયા ઝાપા પાસે જુગાર રમતા સાત પકડાયા

- text


મોરબી : માળીયા શહેરના વાગડીયા ઝાપા પાસે આવેલ અખાડામા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી મુસ્તાકભાઈ દાઉદભાઈ ભટ્ટી, સાઉદીનભાઈ જાનમામદભાઈ ભટ્ટી, યુનુશભાઇ તાજમામદભાઈ ભટ્ટી, કાસમભાઈ જુમાભાઈ મોવર, ઈરફાનભાઈ સલીમભાઈ કટીયા, ફતેમામદભાઈ તાજમામદભાઈ જામ અને સિંકદરભાઈ જાનમામદભાઈ ભટ્ટીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text