મોરબી તાલુકા શાળા નં.૨માં પ્રવેશોત્સવ યોજાયો

- text


ધો.૧માં ૩૯ બાળાઓને કીટ આપી પ્રવેશ અપાયો

મોરબી : મોરબી તાલુકાની તાલુકા શાળા નં. ૨માં શાળાની એસએમસી દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનાં ભાગરૂપે જુન ૨૦૨૩ શાળામાં બાલવાટિકા તથા ધોરણ ૧ માં પ્રવેશ થયેલ ૩૯ દિકરીઓને કીટ આપી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગરચર તેમજ સીઆરસી કો ઓર્ડીનેટર શૈલેષભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ ૧ થી ૮ માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓનું દાતા યુનિક સ્ટેપના ઓનર જયદીપભાઈ સનારીયા દ્વારા શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષક ભાઈ બહેનોનો શાળાના આચાર્ય નિલેશભાઈ કૈલાએ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text