મોરબી શહેર કરણી સેના પ્રભારી અને જિલ્લા ઉપપ્રમુખની નિમણુંક 

- text


મોરબી : મોરબી શહેર કરણીસેના પ્રભારી અને જિલ્લા ઉપપ્રમુખની નિમણુંક કરવામાં આવતા કરણી સેનાના નવનિયુક્ત મોરબી શહેર પ્રભારી અને મોરબી જિલ્લા ઉપપ્રમુખને સમસ્ત કરણી સેના પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

રાજપુત કરણી સેના મોરબી જિલ્લા પ્રબારી દીગુભા ઝાલા એંજારના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા દ્વારા વનરાજસિંહ જાડેજા (માણેકવાડા)ને મોરબી શહેરના પ્રભારી બનાવાયા છે અને હિતેન્દ્રસિંહ જાડેજા (વાધરવા)ને મોરબી જિલ્લાના ઉપ પ્રમુખ બનાવાયા છે. ત્યારે બન્ને નવનિયુક્ત હોદ્દેદારોને સમસ્ત કરણી સેના પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા છે. આ તકે મોરબી શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા તેમજ તાલુકા પ્રમુખ જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text