માળિયાની ભીમસર ચોકડી નજીક તમંચા સાથે એક ઝડપાયો

- text


મોરબી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી

મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીને આધારે માળીયા હળવદ રોડ ઉપર ભીમસર ચોકડી નજીકથી માળિયાના એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એક્ટ અન્વયે માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા હળવદ હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક આવેલ જી.કે.હોટેલ પાસેથી માળિયાના જુના રેલવે સ્ટેશન પાસે વાડા વિસ્તારમાં રહેતા દૌસમાંમદ મહંમદભાઇ કટિયા નામના શખ્સને રૂપિયા 5 હજારની કિંમતના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ માળીયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text