મોરબીના સોખડા ગામે થયેલ એટ્રોસીટીની ફરિયાદ તદ્દન ખોટી હોવાની કલેક્ટરને રજુઆત

- text


મોરબી : મોરબીના સોખડા ગામે ન્યાય સમિતિના ચેરમેનએ એક વ્યક્તિ સામે એટ્રોસીટી ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિએ કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની સામે થયેલી એટ્રોસીટી ફરિયાદ તદ્દન ખોટી હોવાનું જણાવી આ બાબતે ન્યાય આપવાની માંગ કરી છે.

સોખડા ગામે રહેતા કિશોરભાઈ દેવદાનભાઈ બાલાસરાએ કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું હતું કે ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમભાઈ મકવાણાએ તેમની સામે એટ્રોસીટી ખોટી ફરિયાદ નોંધાવી છે. તેઓ તેમની જાતિ વિરુદ્ધ કોઈ અપશબ્દો બોલ્યા નથી. ગામના મંદિરે જમણવાર હતો. ત્યારે રમેશભાઈ મકવાણા ત્યાં આવીને માતાજી વિરુદ્ધ અપશબ્દો બોલતા હોવાથી તેઓએ તેમને સમજાવ્યા હતા. પણ બાદ તેઓ ખેતરે જવા નીકળ્યા ત્યારે પણ આ વ્યક્તિએ રસ્તામાં ઉભા રાખી મનફાવે તેમ બોલી માથાકૂટ કરી હતી. ત્યારે પણ સમજાવ્યા હતા અને તેમની જાતિ વિરુદ્ધ તેઓએ હરફ પણ ઉચાર્યો ન હોવા છતાં ખોટી ફરિયાદ નોંધાવી છે. જેના ગ્રામજનો સાક્ષી હોવાનું જણાવીને આ બાબતે યોગ્ય તપાસ કરી ન્યાય આપવાની માંગ કરી છે.

- text

- text