સીએ ફાઈનલની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીનું મોરબી લોહાણા સમાજ દ્વારા સન્માન

- text


મોરબી : તાજેતરમાં સીએ ફાઈનલની પરીક્ષાનું પરીણામ આવ્યું છે. જેમાં મોરબીના જલારામ પ્રાર્થના મંદિરના ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ હિરાણીના પુત્ર અંકિત હિરાણીએ સારા માર્ક્સ સાથે આ પરીક્ષા પાસ કરી છે. ત્યારે મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા અંકિત હિરાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, સી.પી.પોપટ, પ્રતાપભાઈ ચગ સહીતના અગ્રણીઓએ વિદ્યાર્થીને ઉત્કૃષ્ઠ સિદ્ધિને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text