મોરબીના રવાપર રોડ ઉપરથી વાહન ચોર ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને આજે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીમાંથી ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સ રવાપર રોડ વેદહીં ફાર્મ નજીક પસાર થવાનો છે. આ બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રવાપર રોડ વેદહીં ફાર્મ નજીક વોચ ગોઠવીને ત્યાથી ચોરાઉ બાઇક પર પસાર થયેલા આરોપી સંજયભાઈ કાળુંભાઈ વિકાણીને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text