મોરબી નજીક એટીએમ તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટી ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકામાં ટીંબડી ગામના પાટીયા નજીક બેંકના એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટીને પકડી તાલુકા પોલીસની ટીમે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ આનંદ મયાણી કોમ્પલેક્ષમાં એકસીસ બેંક તથા પીપળી ગામ, મનિષ વેબ્રિજ કાંટા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ થઇ હતી. જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો.

તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે ખાનગીરાહે બાતમી હકીકત આધારે સુનિલ છગનભાઇ પરમાર ઉ.વ.ર૧, અનિલ છગનભાઇ પરમાર ઉ.વ.૧૯, જીતેન્દ્ર ગોંવિદભાઇ જાદવ ઉ.વ.૧૯ રહે. ત્રણેય હાલ યસ સિરામીક, મનિષ કાંટા પાસે, બેલા રોડ, પીપળી, તા.જી.મોરબી, મુળ રહે. રહે, નેવાડી, જેન્ડીમાલ ફળીયુ, જી.બડવાની, મધ્યપ્રદેશવાળાને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ તથા એ.ટી.એમ. તોડવામાં ઉપયોગમાં લીધેલ હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પો.સ.ઇ. વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.

- text

આ કામગીરીમાં પીઆઇ કે.એ.વાળા પો.સ.ઇ. વી.જી.જેઠવા, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા, પો.હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, પોલીસ કોન્સ. રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભાઈ ગુઢડા, જીતેનદાન ગઢવી, કેતનભાઇ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દેવશીભાઇ મોરી રોકાયેલ હતા.

- text