હળવદ-ધ્રાંગધ્રા પંથકના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે

- text


રવિવારે હળવદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સમાજ અગ્રણીઓ હાજર રહેશે

હળવદ : આગામી રવિવારે હળવદ ખાતે હળવદ તાલુકા અનુસૂચિત જાતિ દ્વારા ધાંગધ્રા-હળવદ પંથકના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદ તાલુકાના અનુસૂચિત જાતિ દ્વારા આયોજિત હળવદ-ધાંગધ્રા પંથકના ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન હળવદ હાઇ-વે પર આવેલ દિવ્ય પાર્ક સોસાયટી ખાતે તા.જૂનને રવિવારના રોજ કરવામાં આવ્યું છે.

- text

વધુમાં રવિભાઈ રાઠોડ તેમજ સુરેશભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે હળવદ-ધાંગધ્રાના અનુસૂચિત જાતિ ના 400 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાશે આ કાર્યક્રમમાં હળવદ ધાંગધ્રાના રાજકીય આગેવાનો તેમજ અનુસૂચિત જાતિના અગ્રણીઓ હાજર રહે છે.

- text