ક્વિઝ સ્પર્ધામાં ટંકારા તાલુકા કક્ષાએ સજનપર શાળા પ્રથમ નંબરે

- text


ટંકારા : ગઈકાલે તારીખ 21 જૂન ને બુધવારના રોજ BRC ભવન ટંકારા ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ટંકારા તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ‘નાણાકીય સાક્ષરતા’ વિષય પર તાલુકા કક્ષાની કવિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝ સ્પર્ધામાં સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવ્યો હતો.

આ સ્પર્ધામાં ટંકારા તાલુકાની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હોવા છતાં સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગોરીયા જયદીપ ધીરજલાલ અને રાણીપા ગર્વ જયંતીભાઈએ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. પ્રથમ ક્રમે વિજેતા થતાં તેઓને 5 હજારનું રોકડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ટંકારા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે જે શાળા પરિવાર માટે ગૌરવની વાત છે. આ તકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ ડામોર સાહેબ ખાસ ઉપસ્થિત હતા તેમણે પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ ક્વિઝની તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા દેત્રોજા ભારતીબેન અને નંબર મેળવેલ બંને વિદ્યાર્થીઓને સમગ્ર સ્ટાફ અને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવ્યા છે.

- text

- text