સંભવિત વાવઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા યંગ ઇન્ડિયા ગ્રુપ સ્ટેન્ડ બાય

- text


વાવઝોડાને પગલે ભારે પવન અને ભારે વરસાદ પડે ત્યારે જ્યાં પણ જરૂર પડે ત્યાં ભોજન, મેડિકલ સહિતની સુવિધા માટે યંગ ઇન્ડિયા ગ્રુપની અલગ અલગ ટુકડીઓ સેવા માટે તુરત પહોંચી જશે, તંત્ર સાથે સંકલનમાં રહીને સેવાઓ આપશે

મોરબી : મોરબીમાં સર્વધર્મ સમભાવ અને સામાજિક ચેતનાના કાર્યો થકી દેશભાવના જાગૃત રાખીને કુદરતી આપતી વખતે વ્યવસ્થાપનની જવાબદારી સુપરે નિભાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ ફરી એકવાર સંભવિત વાવઝોડાને પગલે અસરગ્રસ્તોને મદદરૂપ થવા આગળ આવ્યું છે અને વાવઝોડાને પગલે ભારે પવન અને ભારે વરસાદ પડે ત્યારે જ્યાં પણ જરૂર પડે ત્યાં ભોજન, મેડિકલ સહિતની સુવિધા માટે યંગ ઇન્ડિયા ગ્રુપની અલગ અલગ ટુકડીઓ સેવા માટે તુરત પહોંચી જશે, તંત્ર સાથે સંકલનમાં રહીને સેવાઓ આપશે.

- text

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ કહ્યું હતું કે, વાવઝોડાનો મોરબી જિલ્લામાં ખતરો મંડરાઈ રહ્યો છે. સંભવિત વાવઝોડાની જો અસર થાય તો પાંચ દિવસ મોરબી જિલ્લા માટે કઠિન બની જશે. તંત્ર રાહત અને બચાવ માટે પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે. ત્યારે આવી કુદરતી આપતી વખતે જરૂર પડે ત્યારે મદદરૂપ થવા અમારું યંગ ઇન્ડિયા ગ્રુપ તતપર જ રહે છે અને સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે અત્યારથી યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોને કામે લગાડી દેવામાં આવ્યા છે. યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ મેમ્બરોને મદદરૂપ થવા માટે ખડેપગ રાખવામાં આવ્યા છે વાહનો સાથે ફૂડ પેકેટ, પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સેવાઓ સાથેનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. આ વાવઝોડાની અસર થાય તો મોરબી માળીયામાં જ્યાં જ્યાં મદદનો પોકાર ઉઠશે ત્યાં તુરંત જ યંગ ઇન્ડિયા ગ્રુપની વાહન સાથે ટુકડીઓ પહોંચી જશે અને વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્તોની મદદ કરશે. દરિયા કિનારાના લોકોને સ્થળાંતર કર્યા પછી એમના માટે ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડશે. તેમજ મોરબી પુલ નીચે ઝુંપડાઓના લોકોને પણ મદદરૂપ થશે એ ઉપરાંત શહેરમાં જ્યાં જ્યાં ઝુંપડા આવેલા હોય ત્યાં ત્યાં યંગ ઇન્ડિયા ગ્રુપ ફૂટ પેકેટ સહિતની સેવા પહોંચાડશે. યંગ ઇન્ડિયા ગ્રુપની મદદ માટે નીચેના નબર પર કોન્ટેક કરવો..

મો. 9137891378

8000827577

9624664464

- text