હળવદના વાંકીયા ગામની સીમમાં 10 લાખની ખનીજ ચોરી મામલે ફરિયાદ

- text


હળવદ : હળવદ તાલુકાના વાંકીયા ગામની સીમમાં ઘોડાધ્રોઇ નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ ખનીજ કાઢી ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા જેસીબી માલિક અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ 10 લાખની ખનીજ ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના વાંકીયા ગામની સીમમાં ઘોડાધ્રોઇ નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ ખનીજ કાઢી ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગના ગોપાલભાઈ ચંદારાણાએ જીજે – 03 – EA – 8207 નંબરના જેસીબી એક્સેવેટરના માલિક વિજય લાલજીભાઈ વડસોલા રહે.ટીમ્બડી, મોરબી તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ 3390 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ ખનીજ કિંમત રૂપિયા 10,67,879ની ચોરી કરવા સબબ પ્રિવેન્સન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એકટ અન્વયે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text