જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ મોરબીની પંચાસર પ્રાથમિક શાળાને સ્માર્ટ ટીવી અને લેપટોપ અપાયા

- text


મોરબી : જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ મોરબીની પંચાસર પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા ત્રણ વિશાળ સ્માર્ટ ટીવી અને ત્રણ લેપટોપ આપવામાં આવ્યા છે.

પંચાસર પ્રાથમિક શાળામાં સરકારના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત તથા સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓ માટે ત્રણેય વર્ગમાં ત્રણ વિશાળ સ્માર્ટ ટીવી અને ત્રણ લેપટોપ આપવામાં આવ્યા છે. જેના મારફત ઉચ્ચ પ્રાથમિક શિક્ષણનુ વિષય વસ્તુ અધ્યતન ટેકનોલોજી મારફત સરળતાથી બાળકોને શીખવી શકાશે. તો આ તકે ગામનાં સરપંચ તથા શાળાનાં એસ.એમ.સી.ના અધ્યક્ષ તથા શાળાનાં આચાર્ય અને શિક્ષકોની ટીમે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

- text

- text