માળીયા તાલુકામાંથી પસાર થતા નવા નેશનલ હાઇવે માટે જમીન કપાત મામલે ખેડૂતોની રજૂઆત

- text


ખેડૂતોએ આજે પ્રાંત અધિકારીને આવેદન આપી એન.એચ.આઈ હાઇવે માટે જમીન કપાત મામલે વાંધા સૂચનો રજૂ કરી કુલ કેટલી જમીન કપાશે અને કેટલું વળતર મળશે તે અંગે ખુલાસો કરવાની માંગ કરી

મોરબી : માળીયા તાલુકામાંથી નવો એન.એચ.આઈ હાઇવે નીકળતો હોય તે માટે ખેડૂતોની જમીન કપાત કરવાની હોવાથી આ મામલે આજે માળીયા પંથકના ખેડૂતોએ વિરોધ નોંધાવી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું અને એન.એચ.આઈ હાઇવે માટે જમીન કપાત મામલે વાંધા સૂચનો રજૂ કરી કુલ કેટલી જમીન કપાશે અને કેટલું વળતર મળશે તે અંગે ખુલાસો કરવાની માંગ કરી છે.

માળીયા પંથકના ખેડૂતોએ પ્રાંત અધિકારીને રજુઆત કરીને જણાવ્યું હતું કે સરકારનો પ્રોજેક્ટ એન.એચ.આઈ હાઇવે માળીયા તાલુકામાંથી પસાર થવાનો હોય આ હાઇવે માટે માળીયાના ગામોમાં ખેડૂતોની જમીન કપાતમાં નીકળે તેવી જાહેરાત કરવામાં આવી છે. પણ એક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ માળીયામાંથી આ હાઇવે પસાર થવાનો હોય તે માટે જમીન કપાતમાં જવાની છે. પણ તેમાં ક્યાં ક્યાં ગામોના કેટલા ખેડૂતોની કુલ કેટલી જમીન કપાતમાં જશે અને ખેડૂતોને કેટલું વળતર મળશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી ખેડૂતો મુંજવણમાં મુકાય ગયા છે. જ્યારે માળીયના ચાંચાવદરડા ગામે એન.એચ.આઈ હાઇવેમાં કુલ ખેતીલાયક ઉપજાવ કપાત જમીન અંદાજે 22.1935 હેકટર આવે છે. જેમાં અંદાજે કુલ 62 ખેડૂતોની જમીન કપાતમાં જાય છે. પરંતુ તે પૈકી કેટલી સર્વે નંબરની જમીન કપાતમાં જાય છે તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી.ભારત સરકારની અખબારમાં આપેલી જાહેરાત મુજબ સર્વે ખંડ દર્શાવેલો છે.પણ કેટલા ભાગો છે તેનો કોઈ ઉલ્લેખ છે. ઉપરાંત નવલખી હાઇવે એક છે. એટલે બીજા હાઈવેની જરૂરત નથી. આથી સરકારના આ નેશનલ હાઇવે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ આવેદનપત્ર આપવામાં ચાંચાવદરડાના રાજેશભાઈ બાવરવા માજી.સભ્ય તાલુકા પંચાયત માળીયા જગદીશભાઈ આદ્રોજા ઉપપ્રમુખ મોરબી જિલ્લા ભાજપ હરિભાઈ બાવરવા સરપંચ ચાંચાવદરડા વલ્લભભાઈ સીનોજીયા નિવૃત્ત શિક્ષક.મહેશભાઈ બાવરવા.વિપુલભાઈ આદ્રોજા સહિત 50 ખાતેદાર અને આગેવાનો જોડાયા હતા.

- text

- text