મોરબીમાં 108 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની આસપાસ ક્રાંતિકારી સેના દ્વારા સાફ-સફાઈ કરાઈ 

- text


મોરબી: મોરબીના ઉમિયા સર્કલ ખાતે દેશની આન, બાન અને શાન સમાન 108 ફૂટના રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ રાષ્ટ્રધ્વજની યોગ્ય સાફ-સફાઈ કરવામાં તંત્ર ઉદાસીન લાગી રહ્યું છે ત્યારે આજરોજ મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા આ રાષ્ટ્રધ્વજની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

ઉમિયા સર્કલે મૂકાયેલા 108 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની જગ્યા આસપાસ ગંદકી જોવા મળી રહી હતી ત્યારે તંત્ર દ્વારા પણ આ અંગે કોઈ પગલા ભરવામાં ન આવ્યા હતા. તેથી આજે 4 જૂન ને રવિવારના રોજ ક્રાંતિકારી સેના દ્વારા આ રાષ્ટ્રધ્વજ આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હતી અને પોતાની નૈતિક જવાબદારી નિભાવી હતી.

- text

- text