વાંકાનેર પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત : 3 યુવાનોના મોત

- text


 

બાઇક ઉપર ત્રણ સવારી જતા હતા અને ટ્રક કાળ બનીને આંબી ગયો : એક યુવાન ટાયરમાં એ રીતે ફસાયો મૃતદેહ કાઢવા જેસીબીની મદદ લેવી પડી

 

વાંકાનેર : વાંકાનેર નજીક આજે રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇક સવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ ચલાવી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર નજીક ઝાંઝર સિનેમા પાસે હાઇવે ઉપર રાત્રીના 8:15 વાગ્યાના અરસામાં ટ્રક નં. GJ 12 X 3945 ના ચાલકે ત્યાંથી પસાર થતા બાઇકને હડફેટે લીધું હતું. આ બાઇક ઉપર ત્રણ યુવાનો સવાર હતા. આ અકસ્માતમાં યુવાનોના શરીર પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતા. અકસ્માતમાં ત્રણેય યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.

અકસ્માત એટલો ભયાનક હતો કે એક યુવાનનો મૃતદેહ ટ્રકના વ્હીલ નીચે ફસાઈ જતાં જેસીબીની મદદ લેવી પડી હતી. મૃતક ત્રણેય યુવાનની હાલ ઓળખ થઈ છે. આ યુવાનોના નામ ભમ્મરસિંહ, સુભાષ ડાવર અને રમેશ રાવત હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

- text

( ફોટો બાય – મુકેશ પંડયા)

- text