મોરબીમાં મીની વાવાઝોડામા ટાવર ધડામ

- text


કલેકટર બંગલો પાછળ બનેલી ઘટના, વૃક્ષો પણ ધરાશયી

મોરબી : મોરબીમા આજે સવારે ફૂંકાયેલ મીની વાવાઝોડામાં કલેકટર બંગલા પાછળ ટ્રેડ સેન્ટર નજીક એક ટાવર ધડામ થઈ અને કાર ઉપર ખાબકતા કારમાં નુકશાન પહોંચ્યું હતું, સાથે જ તેજ તોફાની પવનમાં વૃક્ષો પણ ધરાશયી થયાના વાવડ મળી રહ્યા છે.

આજે સવારે સાડા દસથી અગિયાર વાગ્યાના અરસામાં મોરબી શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવવાની સાથે તેજ પવન ફૂંકાતા મીની વાવઝોડા જેવા માહોલમાં કલેકટર બંગલો નજીક ટ્રેડ સેન્ટર પાસે એક જુનવાણી ટાવર ધરાશયી થઈ કાર ઉપર ખાબક્યો હતો.

મીની વાવઝોડામાં જૂનો પુરાણો ટાવર ધરાશયી થઈ કાર ઉપર પડતા જીજે – 36 – R – 4400નંબરની કારમાં આગળ બોનેટના ભાગે નુકશાન પહોંચ્યું હતું. જો કે, સદનસીબે આ સમયે કોઈ અહીંથી પસાર થતું ન હોય કોઈ જાનહાની થઈ ન હતી. આ સાથે જ આ વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશયી થયાના અહેવાલ મળી રહ્યા છે.

- text

 

- text